રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, છેલ્લાં દાયકામાં પાંચ લાખ રેલ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2004થી 2024 દરમિયાન ચાર લાખ 40 હજાર કર્મચારીની ભર્તી થઈ છે. તેમણે જણાવ્યું કે, પ્રથમ વાર રેલ વિભાગે ભર્તી માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કર્યું છે.
શ્રી વૈષ્ણવ આજે નાગપુરમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રેલ કર્મચારી સંઘનાં રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કરી રહ્યા હતા.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, હાલમાં સામાન્ય કોચનું ઉત્પાદન ચાલુ છે અને આશરે 12 હજાર જનરલ કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બે દિવસનું આ અધિવેશન આવતી કાલે બંધારણ દિવસ પ્રસંગે સમાપ્ત થશે.
Site Admin | નવેમ્બર 25, 2024 7:55 પી એમ(PM)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, છેલ્લાં દાયકામાં પાંચ લાખ રેલ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે
