રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા છે. નૉન-ઍસી મૅલ અને ઍક્સપ્રેસ રેલગાડીઓના ભાડામાં સામાન્ય વધારો કરાયો છે. પ્રતિ કિલોમીટર એક પૈસા અને AC શ્રેણીમાં બે પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધારવામાં આવ્યું છે. જ્યારે દ્વિતીય શ્રેણીમાં 500 કિલોમીટર સુધીના પ્રવાસ માટે ભાડામાં કોઈ વધારો નથી કરાયો.રેલવે મંત્રાલયે જણાવ્યું, આ પગલાનો ઉદ્દેશ રેલવે ભાડાને તર્કસંગત બનાવવા અને મુસાફરોની સેવાઓ માટે ભંડોળ વધારવાનો છે.
Site Admin | જુલાઇ 1, 2025 7:41 એ એમ (AM)
રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા