માર્ચ 6, 2025 10:08 એ એમ (AM)

printer

રેલવે બૉર્ડ દ્વારા તમામ વિભાગીય પ્રમૉશન પરીક્ષાઓ કમ્પ્યૂટર આધારિત લેવાશે.

રેલવે બૉર્ડ દ્વારા ગઈકાલે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ ગઈ, જેમાં તમામ વિભાગીય પ્રમૉશન પરીક્ષાઓ રેલવે રિક્રૂટમૅન્ટ બૉર્ડ એક્ઝામ- RRB કેન્દ્રીય પરીક્ષા કમ્પ્યૂટર આધારિત એટલે કે, સીબીટી મારફતે લેવાશે. આ માટે બધા ઝૉનલ રેલવે પરીક્ષા માટે એક કૅલેન્ડર બનાવશે. બધી પરીક્ષાઓ ફક્ત કેલેન્ડરના આધારે લેવાશે. તાજેતરના વર્ષોમાં RRB દ્વારા લેવાતી પારદર્શક, ન્યાયી અને ખૂબ જ પ્રશંસાપાત્ર પરીક્ષાઓના લાંબા અનુભવ પછી આ નિર્ણય લેવાયો છે.કમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓ CBTમાં, ઉમેદવારોને તેમના પ્રશ્નપત્ર, ઉત્તરપુસ્તિકાઓ અને સાચા જવાબ કી બતાવવામાં આવે છે. તેમને પ્રશ્નો અને જવાબ કીની શુદ્ધતા અંગે જો કોઈ હોય તો, વાંધો ઉઠાવવાની તક પણ આપવામાં આવે છે.