ડિસેમ્બર 31, 2025 10:03 એ એમ (AM)

printer

રેલવે દ્વારા આગામી વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન કરાયો

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આગામી વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન ગઈકાલે રેલ્વે સેફ્ટી કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો.ટ્રાયલ રનનો વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટમાં મુકતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રાયલ રન કોટા નાગદા સેક્શન વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. ટ્રેનમાં મૂકવામાં આવેલા પાણીના ગ્લાસ આ ગતિએ સંપૂર્ણપણે સ્થિર રહ્યા.શ્રી વૈષ્ણવે કહ્યું કે, પાણીના પરીક્ષણથી આ નવી પેઢીની ટ્રેનની તકનીકી સુવિધાઓ દર્શાવવામાં આવી છે.