રેલવે તહેવારો નિમિત્તે શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે 380 ગણપતિ વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવશે. વર્ષ 2023 માં આવી કુલ 305 ટ્રેનો ચલાવવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે તેમની સંખ્યા વધીને 358 થઈ ગઈ.
રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કોંકણ ક્ષેત્રમાં તહેવારો દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા મધ્ય રેલવે સૌથી વધુ 296 વિશેષ ટ્રેનો ચલાવશે. પશ્ચિમ રેલવે 56, કોંકણ રેલવે 6 અને દક્ષિણ પશ્ચિમ રેલવે 22 ગણપતિ વિશેષ ટ્રેનો ચલાવશે.ગણપતિ પૂજા 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. તહેવારોમાં અપેક્ષિત ભીડને ધ્યાનમાં રાખીને 11 ઓગસ્ટથી ગણપતિ વિશેષ ટ્રેનો શરૂ થઈ અને તહેવાર નજીક આવતાં તેની સંખ્યામાં સતત વધારો કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 10:57 એ એમ (AM)
રેલવે તહેવારો નિમિત્તે શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે 380 ગણપતિ વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવશે
