અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી ગઇકાલથી ખોરવાયેલો રેલવે વ્યવહાર પૂર્વવત થઇ ગયો છે. વટવા પાસે એક ક્રેઇન પડવાને કારણે 55 જેટલી ટ્રેનોની અવરજવર પર અસર થઇ હતી જેમાંથઈ કેટલીક ટ્રેન રદ કરાઇ હતી જ્યારે કેટલીક આંશિક રદ કરાઇ હતી અને કેટલીક ટ્રેનોને ટૂંકાવાઇ હતી.
જોકે રેલવે તંત્ર દ્વારા ગઇકાલથી આખી રાત અને વહેલી સવાર સુધી કામગીરી કરાતાં વ્યવહાર પૂર્વવત થયો હોવાની માહિતી અમદાવાદ મંડળના રેલવેના પ્રવક્તા પ્રદિપ શર્માએ આપી હતી.
Site Admin | માર્ચ 25, 2025 7:43 એ એમ (AM)
રેલવે તંત્રની યુધ્ધના ધોરણે કામગીરીને કારણે અમદાવાદથી ખોરવાયેલો ટ્રેન વ્યવહાર વહેલી સવારથી પૂર્વવત થયો
