ઓક્ટોબર 22, 2025 8:23 એ એમ (AM)

printer

રેલવે આગામી દિવસોમાં આશરે 7 હજાર 800 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દિવાળી અને છઠ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે, રેલવે આગામી દિવસોમાં આશરે 7,800 વધુ ખાસ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. તહેવારોની ભીડ પર નજર રાખવા માટે વોર રૂમ બનાવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ ગઇકાલે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તહેવારો દરમિયાન મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું હતું. આ પહેલા, તેમણે રેલ ભવન વોર રૂમમાંથી ખાસ ટ્રેનો વિશે માહિતી મેળવી હતી અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે રેલવે અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. ભારતીય રેલ્વે તહેવારોની મોસમ દરમિયાન 12,011 ખાસ ટ્રેનો ચલાવી રહી છે.