ડિસેમ્બર 15, 2025 7:59 એ એમ (AM)

printer

રેલવેએ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 99 ટકાથી વધુ વીજળીકરણનું કામ પૂર્ણ કર્યુ

રેલવેએ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 99 ટકાથી વધુ વીજળીકરણનું કામ પૂર્ણ કરી લીધું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2019 થી 2025 ની વચ્ચે
33 હજાર કિલોમીટરથી વધુ રૂટનું વીજળીકરણ કરવામાં આવ્યું છે જે લગભગ જર્મનીના સમગ્ર રેલ્વે નેટવર્ક જેટલું છે. આ દેશની સ્વચ્છ અને કાર્યક્ષમ રેલ પરિવહનના વિસ્તરણની ક્ષમતા દર્શાવે છે.