રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા છે. જે મુજબ ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની હાલની સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરાઇ છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર 61 થી 120 દિવસના સમયગાળા માટે કરવામાં આવેલ લગભગ 21 ટકા રિઝર્વેશન રદ થઈ જતાં હોવાથી આ નિર્ણય લેવાયો છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની એડવાન્સ રિઝર્વેશન બુકિંગ મર્યાદા યથાવત રાખવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 1, 2024 2:48 પી એમ(PM)
રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા
