મે 14, 2025 9:15 એ એમ (AM)

printer

રેડ કાર્પેટ અને આકર્ષક ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રેન્ચ રિવેરા ખાતે ઝાકમઝાળ સાથે પ્રારંભ થયો

રેડ કાર્પેટ અને આકર્ષક ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રેન્ચ રિવેરા ખાતે ઝાકમઝાળ સાથે પ્રારંભ થયો છે, વૈશ્વિક સિનેમાની 12 દિવસની ઉજવણીના આ કાર્યક્રમે વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને સિનેમાપ્રેમીઓને એક મંચ પર લાવ્યા છે. સમારંભની શરૂઆત એમેલી બોનિન દ્વારા લીવ વન ડેના પ્રીમિયર સાથે થઈ હતી, જેની સાથે ફ્રેન્ચ પોપ આઇકોન માયલેન ફાર્મર તરફથી ફિલ્મ નિર્માતા ડેવિડ લિન્ચને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.