ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 2:16 પી એમ(PM)

printer

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને દિલ્હીની 6 શાળાઓને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને દિલ્હીની 6 શાળાઓને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. રશિયન ભાષામાં લખાયેલ ઈમેલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સત્તાવાર વેબસાઈટ પર મોકલવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આ અંગે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સાથે દિલ્હીની 6 શાળાઓને પણ આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. અધિકારીઓને માહિતી મળતાની સાથે જ આ શાળાના વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. બોમ્બ ડિટેક્શન ટીમ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે હાજર છે.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને દિલ્હીની કેટલીક શાળાઓને આ બીજી વખત ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.