ઓગસ્ટ 4, 2025 9:25 એ એમ (AM)

printer

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપો રેટમાં ઘટાડા અંગે ત્રણ દિવસની બેઠક શરૂ કરશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપો રેટમાં ઘટાડા અંગે ત્રણ દિવસની બેઠક શરૂ કરશે.RBI ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની સમિતિનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, RBI દિવાળી પહેલા લોન વૃદ્ધિને વેગ આપવા માટે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરી શકે છે.SBIના અહેવાલમાં જણાવાયું કે, ભૂતકાળના ડેટા દર્શાવે છે કે દિવાળી પહેલા રેપો રેટમાં ઘટાડો તહેવારોના સમયગાળા દરમિયાન લોન વૃદ્ધિમાં વધારા તરફ દોરી જાય છે દિવાળી પહેલા નીચા વ્યાજ દરનું વાતાવરણ લોન વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરે છે. જો કે, કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે સેન્ટ્રલ બેંક સતત ત્રણ વાર 100 બેસિસ પોઈન્ટ ઘટાડા પછી રેપો રેટને 5.5 ટકા પર યથાવત રાખે તેવી શક્યતા છે.