ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2024 7:35 પી એમ(PM) | રાહુલ ગાંધી

printer

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
અમદાવાદમાં આરટીઓ સર્કલ ખાતે ભાજપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રીએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મહીસાગર કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની આગેવાનીમાં એક રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. જ્યારે તાપીના વ્યારા ખાતે માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલની હાજરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો.બોટાદ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા સેવા સદન સામે ધરણાં યોજાયા હતા.તો વલસાડ જિલ્લામાં જિલ્લા ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસના નારા સાથે ધારણા કાર્યક્રમ અને મૌન રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.દાહોદ શહેરમાં રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં ભવ્ય રેલી અને ધરણા પ્રદર્શન તેમજ હાથમાં કાળી રીબીન બાંધી વિરોધ નોંધાવ્યો.