કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં ચૂંટણી પંચ સહિત તમામ બંધારણીય સંસ્થાઓ વધુ પારદર્શક બની રહી છે. ચૂંટણી પંચ અને SIR પર રાહુલ ગાંધીની ટિપ્પણીની ટીકા કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસનથી વિપરીત, પહેલીવાર આ બંધારણીય સંસ્થાઓમાં પારદર્શિતા જાળવવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ કોંગ્રેસ નેતા પર ચૂંટણી પંચ સામે ખોટા આરોપો લગાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે તેઓ EVM અને મતોમાં ગોટાળાનો મુદ્દો ઉઠાવે છે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 2:02 પી એમ(PM)
રાહુલ ગાંધીના SIR વિરૂદ્ધના નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, કોંગ્રેસના શાસનમાં કોઇ પારદર્શકતા ન હતી.