સપ્ટેમ્બર 3, 2024 7:30 પી એમ(PM) | વરસાદ

printer

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા આજથી ૯મી સપ્ટેમ્બર સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત નિયામકે જણાવ્યું હતુ.
રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.