રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ – પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. આંબેડકરના અપ્રતિમ યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને રાજનેતા ડૉ. આંબેડકરની સ્મૃતિમાં ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય મહાનુભાવોએ આજે નવી દિલ્હીના સંસદ સંકુલમાં મહાપરિનિર્વાણ દિવસ પર ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. ભીમ રાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે બાબાસાહેબ આંબેડકરનું જીવન અને વિચારો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. મંત્રીએ ઉમેર્યું કે સ્વતંત્ર ભારતના નિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકર લોકશાહીની જીવંત શાળા હતા જેમણે સમતાવાદી સમાજ, સામાજિક ન્યાય અને જન કલ્યાણ સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. મંત્રીએ ઉમેર્યું કે તેમના આદર્શો અને સિદ્ધાંતોને આત્મસાત કરીને, દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે.
Site Admin | ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM)
રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ – પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.