મે 13, 2025 8:52 એ એમ (AM)

printer

રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીને સલામ કરે છે-ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્ર આપણા સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીને સલામ કરે છે. તેઓ આપણા દુશ્મનોનો નાશ કરનાર અને ભારતની ઢાલ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાવવામાં તેમના અનુકરણીય નેતૃત્વ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે શ્રી મોદીએ વારંવાર સાબિત કર્યું છે કે ભારતના કોઈ પણ દુશ્મનને બક્ષી શકાય નહીં. શ્રી શાહે સરહદ સુરક્ષા દળના બહાદુર કર્મચારીઓની પણ પ્રશંસા કરી.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધનની પ્રશંસા કરી અને તેને પ્રેરણાદાયક ગણાવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા પોતાનું વચન પૂર્ણ કર્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પ્રધાનમંત્રીના સંબોધનની પ્રશંસા કરતાં કહ્યું છે કે પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીનો ઉલ્લેખ કરીને ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને કહ્યું કે જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર પર જ થશે. શ્રી નડ્ડાએ કહ્યું કે ભારતે સમગ્ર વિશ્વને બુદ્ધનો સંદેશ આપ્યો છે પરંતુ શાંતિનો માર્ગ શક્તિમાંથી પસાર થાય છે.