રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ થઈ હતી.
આ પ્રસંગે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને ચીફ ઓફ ધ વાયુસેના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
વાયુસેના ચીફ માર્શલે એક વીડિયો સંદેશ દ્વારા રાષ્ટ્રને 93મા વાયુસેના દિવસની શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર તમામ બહાદુર યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે વાયુસેનાને બહાદુરી, શિસ્ત અને ચોકસાઈનું પ્રતીક ગણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે વાયુસેનાના જવાનોએ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણા આકાશનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કુદરતી આફતો દરમિયાન પણ તેમની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી છે.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને ભારતીય વાયુસેના (IAF) ને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, કહ્યું કે ઓપરેશન સિંદૂર અને અન્ય અસંખ્ય મિશન ભારતીય વાયુસેનાના અમૂલ્ય યોગદાનનો પુરાવો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું આ દળનું નામ જ ભારતીયોમાં અપાર ગર્વ જગાડે છે
Site Admin | ઓક્ટોબર 8, 2025 1:37 પી એમ(PM)
રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે
