રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે. સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી. તે જ સમયે, આપણે આપણા આંતરરાષ્ટ્રીય અને વેપાર સંબંધો જાળવી રાખવા જોઈએ, કારણ કે કોઈ પણ રાષ્ટ્ર એકલા રહી શકે નહીં. રાષ્ટ્રો વચ્ચે પરસ્પર નિર્ભરતા હંમેશા રહે છે.
RSS વડા આજે સવારે નાગપુરના રેશીમબાગ ખાતે RSS શતાબ્દી ઉજવણી અને વિજયાદશમી ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા.
ડૉ. ભાગવતે સંબોધનમા, મુશ્કેલીગ્રસ્ત પડોશીઓ પ્રત્યે ભારતનું વલણ, પર્યાવરણીય સંરક્ષણ તેમજ વિકાસ, સાંસ્કૃતિક એકતા અને ભારતની દાર્શનિક દ્રષ્ટિકોણ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
ડૉ. ભાગવતે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ શતાબ્દી વર્ષ દરમિયાન, વ્યક્તિત્વ વિકાસનું તેમનું કાર્ય સમગ્ર દેશમાં ફેલાય સંઘ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
આ પ્રસંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે – ડૉ. કેશવ હેડગેવાર અને ડૉ. ભીમરાવ આંબેડકર – એ તેમના જીવનને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા.
વિશ્વના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક, RSS ની સ્થાપના તેના પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવ હેડગેવાર દ્વારા ૧૯૨૫માં વિજયાદશમીના અવસર પર નાગપુરમાં કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 2, 2025 2:22 પી એમ(PM)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી