મહેસાણા જિલ્લાના બુટા પાલડી ગામના કર્ણસિંહ રાજવંશીએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી બેંગલોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની અબેકસ માનસિક અંકગણિત સ્પર્ધામાં વિજેતા બન્યો છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં કર્ણસિંહે ઉત્તમ પ્રદર્શન કરી ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. આ સ્પર્ધામાં બાળકોને માત્ર આઠ મિનિટમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવા કુલ 200 ગણિતના દાખલા સોલ્વ કરવાના હોય છે.
Site Admin | નવેમ્બર 6, 2025 9:45 એ એમ (AM)
રાષ્ટ્રીય સ્તરની અબેકસ માનસિક અંકગણિત સ્પર્ધામાં મહેસાણાનો કર્ણસિંહ રાજવંશી વિજેતા