જાન્યુઆરી 16, 2026 9:49 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆતને આજે 10 વર્ષ પૂર્ણ થયા, રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં શરૂ કરેલા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆત કરાઇ હતી, જેને આજે દશ વર્ષ પૂરા થયા છે. દર વર્ષે 16મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસે માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે. રાજ્યમાં 16 હજાર કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ અમલી છે, જેમાં ડીપ-ટેકથી લઈને કૃષિ, હેલ્થકેર, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રોના સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે.