ઓગસ્ટ 7, 2025 8:02 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સાથે મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી. શ્રી ડોભાલે કહ્યું કે ભારતનો રશિયા સાથે મજબૂત અને લાંબા સમયથી ચાલતો સંબંધ છે અને તેઓ આ સંબંધને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે અને તેમની મુલાકાતની તારીખો લગભગ નક્કી થઈ ગઈ છે.