રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવી અને દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.શ્રી ડોભાલના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગઈકાલે 23મા રાઉન્ડના વિશેષ પ્રતિનિધિઓની વાટાઘાટોમાં ભાગ લેવા બેઈજિંગ પહોંચ્યું હતું. આ વાટાઘાટો પાંચવર્ષના ગાળા બાદ ગઈકાલે શરૂ થઈ હતી. એવી અપેક્ષા હતી કે, દ્વિપક્ષીય સંબંધોના પુનઃનિર્માણના સંદર્ભમાં તેમજ ખાસ કરીને પૂર્વી લદ્દાખમાંથી સૈનિકો પાછા ખેંચવા અને પેટ્રોલિંગ પરબંને દેશો વચ્ચેના કરાર પર ચર્ચા થઇ હતી.
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી
