ડિસેમ્બર 16, 2025 9:17 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકર અને સિમરનપ્રીત કૌરએ સુવર્ણ ચંદ્રક જીત્યા

નવી દિલ્હીમાં ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં મનુ ભાકર અને સિમરનપ્રીત કૌરએ સુવર્ણ ચંદ્રક જીત્યા.મનુ ભાકર સિનિયર મહિલા 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ ઇવેન્ટમાં વિજેતા બની હતી, જયારે સિમરનપ્રીત કૌર જુનિયર મહિલા 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ ઇવેન્ટમાં જીત મેળવી.મનુએ ફાઇનલમાં 36 પોઇન્ટ મેળવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો, જુનિયર મહિલા 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ ફાઇનલમાં, સિમરનપ્રીત કૌરએ 39 પોઇન્ટ મેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
કર્ણાટકની દિવ્યા ટી.એસ.એ રજત ચંદ્રક જીત્યો અને અંજલિ ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે.