ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવાયું છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35 થી કરી શકાશે . મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમૃત ઉદ્યાન ગયા મહિનાની 16મી તારીખથી જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું અને તે 15મી સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. અમૃત ઉદ્યાનની મુલાકાતનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. તે સોમવારે બંધ રહેશે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિભવનની વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે અને ગેટ નંબર 35 ની બહાર સ્થિત કિઓસ્ક પર પણ ટિકિટ બુક કરી શકે છે.