રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે. આ અભ્યાસ સવારે સાડા 10 વાગ્યે વિજય ચોકથી શરૂ થશે. અભ્યાસ દરમિયાન ટી-90 ટૅન્ક, નાગ મિસાઈલ સિસ્ટમ અને પિનાકા રૉકેટ સિસ્ટમ દેશની સેનાની શક્તિનું પ્રદર્શન કરશે. ઉપરાંત સશસ્ત્ર દળોની વિવિધ માર્ચિંગ ટુકડીઓ અને વિવિધ રાજ્યોના ટૅબલો વિવિધ સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરશે. ભારતીય વાયુસેનાના વિવિધ લડાકૂ જેટ અને વિમાન પણ કર્તવ્ય પથ પર આકાશી પ્રદર્શન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય રાજધાનીમાં વ્યાપક અવરજવરની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, રિહર્સલ પરેડ વિજય ચોકથી શરૂ થઈ કર્તવ્ય પથ, સી-હેક્સાગન, નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રતિમા, તિલક માર્ગ, બહાદુરશાહ ઝફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગથી થઈ લાલ કિલ્લા સુધી જશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:29 એ એમ (AM)
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે
