ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રમાં આજે ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનોના સમયપત્રક ખોરવાયા

રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રમાં આજે ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનોમાં વિક્ષેપ પડ્યો હતો.
આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછી દૃશ્યતાને કારણે લગભગ 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ભારતીય રેલ્વેના દિલ્હી વિભાગે જણાવ્યું હતું કે આજે દિલ્હી જતી ઘણી ટ્રેનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી, લગભગ 17 ટ્રેનો 3 કલાકથી વધુ મોડી પડી હતી. ભારતીય હવામાન વિભાગે બપોર સુધી મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે .