જાન્યુઆરી 1, 2026 1:59 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ, 2025, આજથી આંશિક રીતે અમલમાં આવ્યો

રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ, 2025, આજથી આંશિક રીતે અમલમાં આવ્યો છે. કેન્દ્રએ આ કાયદાની કેટલીક જોગવાઈઓના અમલીકરણ અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય રમતવીરોના કલ્યાણ માટે રમતગમત વહીવટમાં પારદર્શિતા, જવાબદારી, નૈતિક આચરણ અને સુશાસનને પ્રોત્સાહન આપવાનો છે.