ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2025 7:29 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત તમામ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

રમત જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાશે. રાજ્યમાં પણ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાશે. તે અંતર્ગત રાજ્યમાં વિવિધ રમત-ગમત કાર્યક્રમો યોજાશે. સાંભળીએ એક અહેવાલ..
રાષ્ટ્રીય રમતગમત દિવસની ત્રણ દિવસીય ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન થશે, જેમાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓ દ્વારા ‘ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. પ્રથમ દિવસની ઉજવણી દરમિયાન તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે. આ દિવસે ‘ખેલ મહાકુંભ 2025’ માટે તમામ જિલ્લાઓમાં નોંધણી પણ શરૂ થશે. બીજા દિવસે તમામ પોલીસ મુખ્ય કાર્યાલય ખાતે રમત-ગમત સ્પર્ધાઓ અને ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. જ્યારે ત્રીજા અને અંતિમ દિવસે તમામ જિલ્લા મુખ્યાલયો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ‘સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમનું પણ આયોજન કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.