રાષ્ટ્રીય માનવઅઘિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિકગ કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.

રાષ્ટ્રીય માનવઅઘિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિકગ કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ગ્લોબલ સાઉથ દેશોની રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓનાં વરિષ્ઠ હોદેદ્દારો માટેનાં છ દિવસનાં કાર્યક્રમનો પ્રારંભ આવતીકાલથી થશે.
કાર્યક્રમનો હેતુ માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય અંગેની માહિતી પૂરી પાડવાનો અને વિદેશોની રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓનાં સહભાગીઓને NHRCનાં અનુભવ વહેંચવાનો છે. NHRCના ચેરપર્સન ન્યાયમૂર્તિ વી રામાસુબ્રમણિયન કાર્યક્રમનું ઉદઘાટન કરશે. 14 દેશોનાં 47 પ્રતિનિધીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં મડાગાસ્કર, યુગાન્ડા, નાઇજિરીયા, સામોઆ, ટિમોર લેસ્ટે, કોંગો, ટોંગો જેવા દેશોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં વક્તવ્ય અને આદાનપ્રદાન સત્રો પણ યોજાશે.