જૂન 28, 2025 8:39 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી

રાષ્ટ્રીય મહિલા આયોગે કોલકાતામાં કાયદાશાસ્ત્રની એક વિદ્યાર્થીની પર કોલેજ કેમ્પસમાં થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે સ્વતઃ નોંધ લીધી છે. આયોગે કોલકાતા પોલીસ કમિશનરને પત્ર લખીને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપીઓમાંના એક મોનોજીત મિશ્રાને તૃણમૂલ કોંગ્રેસના વિદ્યાર્થી નેતા તરીકે ઓળખવામાં આવ્યા બાદ ગઈકાલે કોલકાતામાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ડાબેરી સમર્થિત વિદ્યાર્થી જૂથોએ કસ્બા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો જ્યાં કેસ નોંધવામાં આવ્યો હતો.વિરોધ પક્ષોએ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારની ટીકા કરી છે અને શાસક પક્ષના નેતાઓ અને ગુનાહિત તત્વો વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિરોધપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને અન્ય નેતાઓ સાથે મિશ્રાના ફોટા શેર કર્યા છે. આ કેસમાં બે વર્તમાન વિદ્યાર્થીઓ અને કાયદા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પહેલી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.