ડિસેમ્બર 19, 2025 4:25 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય ફૅશન ટૅક્નોલૉજી સંસ્થા – નિફ્ટે વિવિધ શ્રેણી માટે પ્રવેશ પરીક્ષાની અરજી ફીમાં ઘટાડો કર્યો.

રાષ્ટ્રીય ફૅશન ટૅક્નોલૉજી સંસ્થા – નિફ્ટે વિવિધ શ્રેણી માટે પ્રવેશ પરીક્ષાની અરજી ફીમાં ઘટાડો કર્યો છે. કાપડ મંત્રાલયે જણાવ્યું, વર્ષ 2026-27 બૅચ માટે સામાન્ય, અન્ય પછાત વર્ગ – ઓછી આવક ધરાવતા જૂથ અને સામાન્ય આર્થિક રીતે નબળા લોકોની શ્રેણી માટે અરજી ફી ત્રણ હજાર રૂપિયાથી ઘટાડી બે હજાર રૂપિયા કરાયો છે.
જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી 1,500 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષા માટે શરૂ થયેલી અરજી પ્રક્રિયા આગામી છ જાન્યુઆરી 2026 સુધી ચાલશે. જ્યારે પરીક્ષા આગામી વર્ષે આઠ ફેબ્રુઆરીએ દેશના 100થી વધુ શહેરમાં લેવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.