પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુનાવિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસકર્યું હતું. પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એકકાર્યક્રમમાં તેમણે 870 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતુંચાર ટ્રેનોને લીલી ઝંડી આપી રવાના કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પંચાયતોને ભંડોળ આપવાની સરકારની પ્રાથમિકતા રહી છે.
આ પ્રસંગે તેમણે જયનગરથી પટણા વચ્ચે નમો ભારત રેપિડ રેલ અને સહરસાથીલોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વિડિયો કોન્ફરન્સિંગથીલીલી ઝંડી આપીને રવાના કરાવી હતી. આ ઉપરાંત ખગડિયા-અલૌલી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિતકરી હતી..આ પ્રસંગે રાજ્યપાલ આરિફમોહમ્મદ ખાન, મુખ્યમંત્રી નીતિશ કુમારઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પંચાયતીરાજ અંગેના છ વિવિધ કેટેગરીના પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. પોતાના સંબોધન અગાઉ પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોનેબે મિનીટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પી હતી.
Site Admin | એપ્રિલ 24, 2025 3:09 પી એમ(PM)
રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસનિમિત્તે પ્રધાનમંત્રીએ બિહારમાં 13 હજાર 480 કરોડ રૂપિયાની વિવિધ વિકાસયોજનાઓનું લોકાર્પણઅને ખાતમૂહુર્ત કર્યુ
