નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રાજન સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો 2025 પ્રદાન કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, પશુધન અને ડેરી ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી મોહાલી મિલ્ક યુનિયન મિલ્ક ફેડરેશન તરફથી 20 રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ-સહાયિત દૂધ ટેન્કરોને લીલી ઝંડી આપશે.આ મહત્વપૂર્ણ પહેલ ડેરી સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને ખેડૂતો તથા ગ્રાહકો બંનેને સુધારેલા લોજિસ્ટિક્સ અને સેવા વિતરણનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.