રાષ્ટ્રીય તપાસ સંસ્થા- NIAના અધિકારીઓએ પાકિસ્તાનને કર્ણાટકના કારવાર નૌકાદળ મથક સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હૈદરાબાદથી આવેલી ટૂકડીએ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
સૂત્રોએ જણાવ્યું કે, સત્તાવાળાઓને શંકા છે કે, પાકિસ્તાની એજન્સીઓએ હની ટ્રેપિંગ દ્વારા આરોપીઓને ફસાવ્યા હતા. પાકિસ્તાનની મહિલા એજન્ટે આરોપીઓ અંગેની માહિતી એકત્ર કરી હતી અને ફેસબુક ફ્રેન્ડ બનાવીને કારવાર નૌકાદળ મથકની સંવેદનશીલ માહિતી મેળવી હતી.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:30 પી એમ(PM) | રાષ્ટ્રીય તપાસ સંસ્થા
રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ પાકિસ્તાનને કર્ણાટકના નૌકાદળ મથકની સંવેદનશીલ માહિતી લીક કરનાર 2 વ્યક્તિની ધરપકડ કરી
