ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2024 3:34 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા નોંધાયેલા નવા કેસોની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી NIAના અધિકારીઓએ ડોડા, ઉધમપુર, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરોડા NIA દ્વારા આતંકવાદી સંગઠનોના ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ-OGW સંબંધિત નવા કેસ અને સરહદ પારથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘૂસણખોરીના તાજેતરના કેસોના સંદર્ભમાં કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નિયંત્રણ રેખા-એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીનાં બનાવો વધ્યા છે. NIA જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાર્કો-આતંકવાદ અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ કરવાના કેસોની તપાસ પણ કરી રહી છે.