રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 22 એપ્રિલના દિવસે પહેલગામ આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુની એક ખાસ NIA કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આ કેસમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) અને તેની સહયોગી સંસ્થા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો સમાવેશ થાય છે.
NIA એ જણાવ્યું હતું કે આ હુમલો પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા ધાર્મિક આધાર પર લક્ષિત હત્યા તરીકે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પચીસ પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું.
આ કેસમાં વધુ તપાસ ચાલુ હોવાનું NIA એ જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 16, 2025 1:51 પી એમ(PM)
રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં જમ્મુની એક ખાસ NIA અદાલતમાં આરોપનામું દાખલ કર્યું