માર્ચ 23, 2025 7:47 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ સામે આરોપનામું દાખલ કર્યું

રાષ્ટ્રીય તપાસ એજન્સી- NIA એ સપ્ટેમ્બર 2024 માં ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ પર આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ સંધુ અને અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહનો પણ સમાવેશ થાય છે. આ ચાર્જશીટ ચંદીગઢની ખાસ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચારેય આરોપીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), વિસ્ફોટક પદાર્થો અધિનિયમની વિવિધ કલમો અને હુમલામાં ઉશ્કેરણી અને કાવતરું ઘડવામાં તેમની ભૂમિકા હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.