રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. મીડિયાને માહિતી આપતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસની ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે. તેમણે ઉમેર્યું હતું કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વંદે માતરમ પર ચર્ચા ૮મીએ અને ચૂંટણી સુધારા પર ચર્ચા 9 ડિસેમ્બરે કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM)
રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે.