દેશના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે. તેના ભાગરૂપે આવતીકાલે સાત નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યેને 10 મિનિટ સુધીનો રહેશે. આવતીકાલે સવારે સાડા નવ વાગ્યે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરશે. ત્યારબાદ તમામ લોકો સ્વદેશીની શપથ લેશે.
Site Admin | નવેમ્બર 6, 2025 7:18 પી એમ(PM)
રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે