રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો – NFSA અને અંત્યોદય રાશન કાર્ડ લાભાર્થીઓને આવતીકાલથી અનાજનું વિતરણ શરૂ કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવેમ્બર મહિના માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3 કરોડ 25 લાખ જેટલા લાભાર્થીને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનું વાજબી ભાવે વિતરણ કરાશે.
યાદીમાં જણાવ્યા પ્રમાણે વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજનાં જથ્થાનાં વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમનાં ભાગરૂપે 20 હજાર રૂપિયા વાજબી ભાવની દુકાનનાં સંચાલકને દર માસે ચુકવવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી તમામ કમિશનના ચુકવણાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
Site Admin | ઓક્ટોબર 31, 2025 4:04 પી એમ(PM)
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો – NFSA અને અંત્યોદય રાશન કાર્ડ લાભાર્થીઓને આવતીકાલથી અનાજનું વિતરણ શરૂ કરાશે.
 
		