રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું.વધુમાં વધુ કેસોનો નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે લોક અદાલતમાં બંને પક્ષકારો સાથે સંમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું. પડતર ફેમિલી કેસનો પણ નિકાલ કરાયો હતો. વડોદરામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 70 હજારથી વધુ કેસનું સમાધાન કરવામાં આવ્યું, જ્યારે કેટલાક 15 વર્ષ જૂના જમીનના કેસનું પણ સમાધાન કરાયું. સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં આજે યોજાયેલી વર્ષ-૨૦૨૪ ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૧૦ હજાર ૬૪૩ કેસનો નિકાલ કરાયો.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 7:52 પી એમ(PM)
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું