કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે વડોદરામાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા માર્ચમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે “આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દૃઢતાથી આગળ વધી રહ્યો છે.” પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગીદાર થઈ હતી. યાત્રામાં યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં “સરદાર ગાથા સાથે ગ્રામસભા, નૃત્ય નાટિકા અને ભજન સંધ્યા જેવી સાંસ્કૃતિક રજૂઆતો યોજાઈ હતી.
Site Admin | નવેમ્બર 30, 2025 9:36 એ એમ (AM)
રાષ્ટ્રીય એકતા માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે – મંત્રી સર્બાનંદ સોનોવાલ