રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે.

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોકજાગૃતિ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ઉર્જા સંરક્ષણ માટે 24 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ..
વિશ્વમાં દર વર્ષે વધતી જતી વસ્તીની સાથે ઉર્જાની માંગ વધી રહી છે. કોલસો, ઇંધણ, ક્રુડઓઇલ, કુદરતી ગેસ જેવા વિવિધ સ્ત્રોત દ્વાર ઉર્જા ઉપલબ્ધ થાય છે. પરંતુ દિનપ્રતિદિન આ સ્ત્રોતની માંગ વધતા કુદરતી સંસાધનોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આપણી આવનારી પેઢીના ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉર્જાનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જે અંતર્ગત દેશમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા ભારત સરકારના પાવર મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા દર વર્ષે 14મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે રાજયમાં ઉર્જા સંરક્ષણમાં જાગૃતિ ફેલાવવા માટે રેલીઓ, પરિસંવાદો, શેરીનાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. અજય ઇન્દ્રેકર, સમાચાર વિભાગ અમદાવાદ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.