ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 6:37 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝને તેની વિશેષ જીવંત શ્રેણી અમારા નિષ્ણાતને પૂછો નો પ્રથમ હપ્તો સફળતાપૂર્વક રજૂ કર્યો

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝને તેની વિશેષ જીવંત શ્રેણી અમારા નિષ્ણાતને પૂછો નોપ્રથમ હપ્તો સફળતાપૂર્વક રજૂ કર્યો છે. આનાથી લોકોને વિવિધ વિષયો પર સરકારીઅધિકારીઓ અને નિષ્ણાતો સાથે સીધો વાર્તાલાપ કરવા અને ડિજિટલ ઈન્ડિયાના ઉપાયોઅંગેના તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.  ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજીમંત્રાલયે કહ્યું છે કે ડિજિટલ ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત આ જીવંત સાપ્તાહિકકાર્યક્રમ એક અનોખી પહેલ છે જે સરકારને નાગરિકો સાથે જોડાવાની તક પૂરી પાડશે.  ગઈકાલે પ્રસારિત થયેલો પહેલો એપિસોડ DigiLocker પર કેન્દ્રિત હતો. તે સરકારનુંઅગ્રણી ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ છે જે નાગરિકોને મહત્વપૂર્ણ દસ્તાવેજો અનેપ્રમાણપત્રોને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત, ચકાસણી અને રજૂ કરવાની તક પૂરી પાડે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.