રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T. નિગમની તમામ પ્રકારની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ગુજરાત રાજ્ય ઍવોર્ડી ટીચર ફૅડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરાતા સરકારે આ નિર્ણય કર્યો છે.
અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને આ નિર્ણયનો લાભ મળશે. ઉપરાંત ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા શિક્ષકોને પણ આ લાભ મળવાપાત્ર થશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 7:21 પી એમ(PM)
રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T.ની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે