રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ- NDMA આજે નવી દિલ્હીમાં તેનો 20મો સ્થાપના દિવસ ઉજવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષનાં સ્થાપના દિવસની થીમ છે- વ્યવહાર પરિવર્તન માટે જાગૃતિનાં માધ્યમથી આપત્તિ જોખમને ઘટાડવા માટે સમુદાયોને મજબૂત બનાવવા. મુખ્ય વિષય પર કેન્દ્રીત ત્રણ ટેકનિકલ સત્ર હશે.
આ ઉપરાંત, માર્ગદર્શિકા, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, અને વિવિધ આપત્તિ વિષયક પુસ્તકો પણ રજૂ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારત આપત્તિની અસરને હળવી કરવા માટે સમાવેશી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા માટે પ્રતિબધ્ધ છે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 2:21 પી એમ(PM)
રાષ્ટ્રિય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ- NDMA આજે નવી દિલ્હીમાં તેનો 20મો સ્થાપના દિવસ ઉજવશે
