નવેમ્બર 25, 2025 10:10 એ એમ (AM)

printer

રાષ્ટ્રવિરોધી તત્વોની સઘન તપાસ ઝુંબેશ અંતર્ગત 31 હજાર 834 આરોપીઓની ગુજરાત પોલીસે ચકાસણી કરી

ગુજરાત પોલીસના વિશેષ અભિયાન દરમિયાનમાં 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોની સઘન તપાસ હાથ ધરાઇ રહી છે.જે અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31 હજાર 834 આરોપીઓની ચકાસણી કરવામાં આવી છે.
અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ૩૦ વર્ષની માહિતી તપાસ આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોની તલસ્પર્શી ચકાસણી કરાઇ રહી છે.
અત્યાર સુધીમાં મળેવી વિગતો અનુસાર 3 હજાર 744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા હતા અને નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે. આ તપાસ દરમિયાન 4 હજાર 506 આરોપીઓ ગુજરાત રાજ્યની બહારના હોવાનું બહાર આવ્યું છે.