ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 8:07 પી એમ(PM)

printer

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો રાજકીય પરિવર્તન માટે ઉત્સુક છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે આજે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો રાજકીય પરિવર્તન માટે ઉત્સુક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં આ  પ્રતિબિંબિત થશે. તેઓ મુંબઈમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા.

  શ્રી પવારે દાવો કર્યો હતો કે એક સમયે દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાતુ રાજ્ય વહીવટીતંત્ર મહાગઠબંધન શાસન હેઠળ નિરાશા ફેલાવે છે.તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર,
ખેડૂતોની આત્મહત્યા, બેરોજગારી અને મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગોનું સ્થળાંતર સહિતના વિવિધ મુદ્દાઓ પર શાસક સરકારની ટીકા કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પૃથ્વીરાજ ચવ્હાણ અને અન્ય ઘણા નેતાઓ પરિષદમાં હાજર હતા.

તમામ ગઠબંધન નેતાઓએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાને લઈને રાજ્ય સરકારની ટીકા કરી હતી.

ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધન ચૂંટણી જીતશે તો તે નફરતની રાજનીતિને બદલે વિકાસની રાજનીતિ પર ધ્યાન આપશે.