રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર કરતાં ચીને અમેરિકાને ચેતવણી આપી કે, તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.ટ્રમ્પ દ્વારા તમામ ચીની માલ પર વધુ ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વના બે ટોચના અર્થતંત્રો વેપાર યુદ્ધની નજીક પહોંચી ગયા છે. ચીને યુએસ કૃષિ ઉત્પાદનો પર 10-15% ટેરિફ લાદવાની જવાબી કાર્યવાહી કરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ચીનના દૂતાવાસે કહ્યું કે, જો યુદ્ધ એ જ છે જે અમેરિકા ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, ચીન અંત સુધી લડવા માટે તૈયાર છે. ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ચીન તરફથી આ અત્યાર સુધીનું સૌથી પહેલું આક્રમક નિવેદન છે.
Site Admin | માર્ચ 6, 2025 9:37 એ એમ (AM)
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર – ચીને અમેરિકાને ચેતવણી આપી , તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.
